આપણે તો આવળ ને બાવળની જાત,
ઉગવાનુ હોય ત્યારે પુછવાનું નહિ.
આપણે તો એનીયે સમજણ શું રાખવી,
આ મસ્તીમાં ખરવુ કે ફાલવું,
આપણા તો લિલાછમ લોહીમાં લખ્યું છે,
ગમે તે મોસમમા મહાલવું.
અરે હસવું જો આવે તો હસવું બેફામ,
આંસુ જો આવે તો લૂછવાનું નહિ.
આપણે તો આવળ ને બાવળની જાત,
ઉગાવાનું હોય ત્યારે પૂછવાનું નહિ.
ઉંડે ને ઉંડે જઈ બીજું શું કરવાનું,
ધરવાનું આપણું જ ઘ્યાન.
પથ્થર અને માટીના ભૂંસી-ભૂંસી ને ભેદ,
કરવાનું લીલું તોફાન.
દેખાડે આમ કોઈ દેખાડે તેમ તોયે
ધાર્યું નિશાન કદી ચુકવાનું નહિ.
આપણે તો આવળ ને બાવળની જાત,
ઉગાવાનું હોય ત્યારે પૂછવાનું નહિ..
-સાભાર..અજ્ઞાત.
